Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijita Panchal

Romance

4  

Vijita Panchal

Romance

મળવા આવજે

મળવા આવજે

1 min
531


મળવા મને આવે તો તું લાવજે એક રૂમાલ,

પાછા વળતી વેળાએ આંખો લૂછવા જોઈશે.!


આવતી ક્ષણે જરા જોજે તું સમયની સોગાત,

વીતી રહેલા સમયને રોકવા બે ચાર યાદો જોઈશે.!


નજર ઊંચી કરીશ નહીં તું મારી આંખોમાં,

અહેસાસની કમી થવા તારી એક નજર જોઈશે.!


સાગર જેટલો સ્નેહ વરસે છે હૈયાના બારણે,

પ્રેમના દીપક થકી તારી રોશની મને ભરપૂર જોઈશે.!


ચુંબકની જેમ તને જ વીંટળાયેલો રહીશ હું,

પણ છૂટવા માટે તારે નવી એક મુલાકાત જોઈશે.!


જવા દઈશ તને ખુશી ખુશી તારી દુનિયામાં પણ,

ફરી મને પામવા મારા જેવી 'ચુંબકીય' લાગણી જોઈશે.!


Rate this content
Log in

Similar gujarati poem from Romance