મકરસંક્રાંતિ
મકરસંક્રાંતિ
રંગબેરંગી ઊડે પતંગ આકાશી
સુસ્મિત નિકિ ચડ્યા છે અગાશી,
ગયા વર્ષની લીધી પતંગ વાસી
સવારના એ ચડી ગયા અગાશી,
બોર જામફળ કચરીયું ને ચિક્કી
ઊંધિયું ઘૂઘરી લાડું ને જલેબી,
આંગળીઓની ટોટી ને ગુંદરપટ્ટી
ચશ્માની સાથે જોડી છે પીપુડી,
ટેપ સાથે લીધી સ્પીકરની જોડી
ગીતો સાથે પાડે છે કિકિયારી,
સાંજ માટે કરી ટુક્કલની સવારી
ફુગ્ગા સાથે દોરીની છે ફિરકી,
તૈયારી કરી છે કેવી ભાઈ મજાની
" વાલમ " ઉજવશે મકરસંક્રાંતિ.
