STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

2  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

મખમલી રાત આવી..

મખમલી રાત આવી..

1 min
347


શમણાઓનો શૃંગાર કરીને આ મખમલી રાત આવી,

તારી મીઠડી યાદોની નવી નવી રેશમી વાત લાવી,


તું ને હું ભલેને રહીએ ગમે એટલા એકબીજાથી દૂર,

અંતરના અહેસાસોની એક મહેકતી મુલાકાત લાવી,


સિતારાઓની આ પાલખીમાં ખ્વાબોને સજાવીને એ,

મારા સાજનની અધૂરી આરઝુઓની બારાત લાવી,


સંદેશાઓને એ શીતલ સમીરપંખ પર સવાર કરીને,

તારી યાદોથી ભરપૂર તાજગીનો વાયુપ્રપાત લાવી,


મહોબ્બતની મૌસમ જુદાઈમાં પણ હોય છે પુરબહાર,

વિરહની આ પાનખર મિલનની વસંતની વાત લાવી,


પરાકાષ્ઠા "પરમ" સંભારણાઓની આ છલકી ગઈ તો,

"પાગલ" ભાવ થકી ભીના ભવ્ય મોતીની ભાત લાવી!


Rate this content
Log in

Similar gujarati poem from Romance