STORYMIRROR

Vijay Shah

Drama Fantasy Inspirational

3  

Vijay Shah

Drama Fantasy Inspirational

મકાઇ નો દાણો

મકાઇ નો દાણો

1 min
13K


મકાઇ નો દાણો

મારે, તમારે – અને તમારે સૌને

સુંઘવો છે, ચાવવો છે, ભુંજવો છે, પચાવવો છે

પણ શરત એટલી જ છે કે

ફક્ત એકને જ તે મળવાનો છે

બાકીનાં સૌએ તો ફક્ત તેને

સુંઘતો, ભુંજાતો, ચવાતો અને પચાવાતો જોવાનો છે-

અને દ્રાક્ષ ખાટી છે વાળી વાતને

નસીબ- પૈસા – તકદીરનાં ત્રાજવે આપણે ઉણા

કહીને ફડ્ફડતા નિ:સાસા નાખવાનાં છે.

આ મકાઇનાં દાણાને તમે સ્વાર્થ કહેશો?

હું તો તેને સત્ય, માણસાઇ અને પરોપ્કાર કહું છું

દીવો લઇને શોધું છું

કારણ મારે એને

ભુંજવો, ચાવવો કે પચાવવો નથી

તેને મારે

વાવવો, જાળવવો, ઉછેરવો અને વહેંચવો છે.

પછી

બધાને પહોંચે તેટલાં મકાઇનાં દાણા તેમાંથી ઉગાડવાં છે

તમને મળે તો મને તે આપશો?


Rate this content
Log in

Similar gujarati poem from Drama