STORYMIRROR

Vijay Shah

Inspirational

3  

Vijay Shah

Inspirational

ટીનમાં પ્રવેશ તારો

ટીનમાં પ્રવેશ તારો

1 min
13.5K


ટીન એજમાં પ્રવેશ તારો,

બહું બધી ગુંચવણ લાગશે તને,

તારું મન ઝંખે કંઇક અને વહેવાર કહે નહીં,

ટીન એજમાં પ્રવેશ તારો..


ફૂટવી મુંછ એતો પહેલું લક્ષણ,

અને થાય અવાજ ભારે ભારે,

વિચારે આવે "મારા" પણું શાને પુછું હું મમ્મી તને,

તુંજ તો કહે હવે હું મોટો થયો..


મોટો થયો એટલે નવી સમજ કેળવવાનો સમય,

મોટો થયો એટલે સામેનાની દ્રષ્ટીને પણ સમજવાનો યત્ન,

જો આ લાંબા ગાળાની કવાયત,

મોટા થવાની આ જરૂરી મથામણ,

મોટા થવાની આ મનની અકળામણ..


નાનશા આપે જરુરી શીખ,

આંખ કાન અને મનને રાખી ખુલ્લા,

બાંધીશ ના માન્યતાઓનાં જંગલ ખુલ્લા,

કારણ સાવ સીધું,

બદલાવ આવે હર ઉંમરે,

અને સહેજે અપેક્ષાના બદલાવ ધીમે ધીમે..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational