Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Inspirational Romance

3  

Vijay Shah

Inspirational Romance

આપણી જિંદગી

આપણી જિંદગી

2 mins
7.1K


આપણી જિંદગી તો વહી રહી છે

એક વાત સતત યાદ રહી છે અને

તે એક મેક માટેનો પ્રેમ.

પછી ભલેને તે દીલ દુખ્યાની ફરિયાદ હોય

કે વધુ ગાઢા પ્રેમની એષ્ણા .

કે હોય સરખામણી નું માની લીધેલું દુઃખ કે

હું કરું તેટલો મને તું નથી કરતો પ્રેમ

પ્રેમ તો છે સખી જેમ નદીનું વહેણ..

તેમાં કદી ધસમસતા પાણીનું વહેણ..

તો કદીક હોયે માપનું પર્વત પિતાનું કહેણ.

મિલનની પળો ઘટી ત્યાં તો

સંતાનોનાં આગમનની એંધાણી

જાણે મૂડી રોકાણે વ્યાજની મિજબાની

પછી આપણું ધ્યાન ક્યાં આપણી ઉપર..?

હવે તો સંતાનોને આપવી સુખ ભર્યા સંસારની ડગર

ના યાદ કર હવે કોઇ અગર મગર…

તેમના બચપણની સંસ્મૃતિઓ કરી કેદ

બન્યા કોલાજો, આલ્બમો અને પ્રસંગો અનેક..

પછી આવી એમની ટીન એજ પણ ના સમજાયુ

આપણે પણ દાખલ થયા ગધ્ધા પચ્ચીસીએ..

છતાં એકમેકને ગમતાં

બૅડરૂમમાં લઢતા આખડતા

પણ સંગ સંગ રહેતા...

છોકરાઓને સંસ્કારે મઢતાં.

આણી દીધા તેમને પણ

તેમના સંસારીયે સાથીઓ સંગે ઝુલતા

હવે એમને ત્યાં પણ એમના છોકરા

ચઢી દાદા બાનાં ખોળે ખૂબ ઝુલે

સ્વર્ણ લગ્ન જયંતિએ

આજે છીએ આપણે બંને

બોખલા, ટકલા અને ત્રીજી પેઢીએ

માણતા લીલી વાડી.

હવે કેટલું જીવવાનું?

શતાયુ થવું છે?

ના ભાઇ ના..

છોકરાઓને બહુ રેશમની દોરીએ નહીં બાંધવાના…

હાથ પગ ચાલતા બંધ થાય

ત્યારે

હસતા હસતા વહી જવાનું આપણે પણ…

આપણી જિંદગી તો વહી રહી છે

એક વાત સતત યાદ રહી છે

તે એક મેક માટેનો પ્રેમ.

...

રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ?

તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ...

-સુરેશ દલાલ

(આ કાવ્ય ઉપરથી સ્ફુરેલું)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational