Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Classics Fantasy Inspirational

3  

Vijay Shah

Classics Fantasy Inspirational

તો સારું.

તો સારું.

2 mins
14K



મિત્રો ,

આપણી બેઠક તો શુક્રવારે સાંજે મળશે પરંતુ આપણા વડિલ, મિત્ર વિજયભાઈ શાહ એ હ્યુસ્ટન(અમેરિકા)થી “તો સારું” પર સુંદર કવિતા મોકલાવી છે, તો મિત્રો વિજયભાઈ આપણા માટે હ્યુસ્ટનથી કવિતા મોકલે એ આપણા માટે મોટી વાત છે ….. તો આપ બધા ક્યાય અટક્યા હો અને કલમ ન ઉપાડી હોય તો…આજે તમારી એક સ્વરચિત કૃતિ રચવા, સ્વની ખોજ સાહિત્ય દ્વારા વ્યક્ત કરવાનો સુંદર મોકો ” બેઠક ” દ્વારા લાવી છું….તમારે માત્ર હિમ્મત કરી …ધીરજથી ઉંબરા ઓળંગવાના છે અને કાલની બેઠકને આપના વિચારો અને લખાણોથી ભરી દેવાની છે.

વિજયભાઈ વિષે લખવા બેસું તો ઘણું લખી શકાય પરંતુ ​ખાસ જણાવું તો ​મારા માટે મેન્ટર રહ્યા છે, મને માર્ગદર્શન આપી શબ્દોના સર્જન ને પ્રોત્સાહન પણ આપ્યું છે, એમના લખાણમાં સરળતા સાદગી સાથે સહજતા દેખાય છે. ટૂંકમાં જણાવું તો આધુનિક ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્યના એક સર્જક, નમ્ર અને સરળ વ્યક્તિ એટલે વિજયભાઈ, માત્ર લખી જાણે છે તેવું નથી બીજાને પ્રોત્સાહન આપી લખાવી જાણે છે.વધુ કંઈ કહું એ પહેલા વિજયભાઈને માણો એમની કવિતા એજ એમની ઓળખ છે… બધાં માટે મનન માંગતુ, વિચાર કરતું …તદ્દન વાસ્તવિક.. કાવ્ય, …ઓછા શબ્દમાં ખુબ મોટી વાત કહી છે. …..“ના કશું આપે તોય સારું ” એક વાક્ય સંતોષથી ભરપુર છે, તો “જીવન ઝરણાની જેમ વહે તો સારુ” કાવ્યની અને કવિની સરળતા સહજતા પ્રગટ કરે છે. આજ એમની લેખન શૈલીની વિશિષ્ઠતા છે,

તો સારું.

પ્રભુ તું મને કશું આપે તો સારું,

અને ના કશું આપે તોય સારું,

તારો તો માનવો રહ્યો આભાર જ,

બળ બુધ્ધીને ધન તો દીધા છે,

ઝાઝુ શું માંગવું? કૃપા મળે તો સારું,

જીવન ઝરણાની જેમ વહે તો સારું,

અપેક્ષા ઘટે ને રહે મન ભક્તિમાં,

અંતિમે નામ તારું હૈયે રહે તો સારું.


Rate this content
Log in