STORYMIRROR

Vijay Shah

Others

3  

Vijay Shah

Others

લોટરી જો લાગી ગઇ કાલે તો

લોટરી જો લાગી ગઇ કાલે તો

1 min
13.5K


લોટરી જો લાગી ગઇ કાલે તો,

પહેલા દીવો કરીશ પ્રભુ તારા નામનો,

પછી પ્રણામ કરીશ મારા તાતને, માતને,


આનંદનાં અતિરેક છોને આવે,

પણ જલ્દી નહિ ખુલે હ્રદયનાં દ્વાર રે!

તને આપીશ તારી ઇચ્છ મુજબનું સૌ

નમણી હીરાની નથ મારી માતને,


દિકરો માંગે તે બધુજ લાવી દઉ,

દિકરીને ગમતા કપડા જોડી બાર લઉ,

મારી બેનો, બનેવીઓ, ભાઇઓ, ભાભીઓ,


તારી બેનો, બનેવીઓ, ભાઇઓ, ભાભીઓ,

આપણા સૌનાં ભાણેજો, ભત્રીજાઓ,

બધાને કંઇક દીધા પછી,


મોટી પાર્ટી- સાહેબો,

મિત્રો અને તેમની પત્નીઓ,

સૌને સાકરટમ તેડુ,


અને ખર્ચી નાખીશ આખી લોટરી,

મુર્ખાની ગણતરીમાં આવીને પણ,

સૌને હસાવીશ, મઝા કરાવીશ,


હિસાબ કરતા જો કંઇક વધશે તો,

ભાવનગરી ઠાઠમાં,

પગ લટકાવી આરામ ખુરશીમાં,

મેડીનાં ત્રીજા માળે ખાઇશ,

ઠંડી હીમ સમ દ્રાક્ષ,


લોટરી જો લાગી ગઇ કાલે તો,

પહેલા દીવો કરીશ પ્રભુ તારા નામનો,

પછી પ્રણામ કરીશ મારા તાતને, માતને.


Rate this content
Log in