મજબૂરી
મજબૂરી

1 min

318
રહી ગઈ'તી વેદના તે, પૂરી થઈ ગઈ
ઘરમાં રહીનેય સૌથી, દૂરી થઈ ગઈ
ચાર દા'ડામાં તો સૌ, જુદા થઈ ગયા
રોજની યાદો લે, મજબૂરી થઈ ગઈ
લખીનેય કેટલું લખવું હવે રોજ મારે
જો કલમનીએ કહાની, પૂરી થઈ ગઈ
અકળાવ કે અથડાવ છું નથી ખબર
સૌની આંખે મારી હાજરી ચડી ગઈ
હસું તો કહે કંઈ ચિંતા નથી હો તારે
'આંસુ' જોઈને કહે, ચિંતા ખાઈ ગઈ.