મજા છે
મજા છે
જાણવા જેવું,જો જાણો તો મજા છે
માણવા જેવું તમે માણો તો મજા છે
કોઈ કારીગરીની ક્યાં છે જરૂર એમાં
મનના ઉમળકાને પીછાણો તો મજા છે
આ પવનના જોરને માપવાનું રહેવાદો,
વાંસળી ના સૂરને તાણો તો મજા છે
ઇમારત ક્યાં બાંધવાની છે શબ્દોની ?
લય, લાગણીનો આણો તો મજા છે
પી.એચ.ડી ગઝલ પર કરી તો શકો,
પણ એને મનથી માણો તો મજા છે
