STORYMIRROR

Nana Mohammedamin

Tragedy Inspirational Others

3  

Nana Mohammedamin

Tragedy Inspirational Others

મિત્રતા

મિત્રતા

1 min
257

થોડાક મિત્રોનાં નામથી આંખ ભરાઈ જાય,

ભૂલવા ઈચ્છું તમને તોય યાદ આવી જાય,


પહેલાં રોજે-રોજ મળતાં, હસતા, રમતા,

હવે તો કદીક રસ્તામાં અથડાઈ જાય,


મળવા ઈચ્છું છું છતાં મળી શકાતું નથી,

હવે તો ક્યાંક ઓનલાઈન મળી જાય,


તેઓ આવે નહીં ને હું જઈ શકતો નથી,

હવે તો બસ એ જૂનાં સંસ્મરણો બની જાય,


વ્યસ્ત બહુ થઈ ગયા તેઓ અને થોડો હું પણ,

વ્યસ્તતામાં પણ કોઈક બહાને યાદ આવી જાય,


જવાબદારીઓમાં અટવાઈ ગયા તેઓ અને હું પણ,

જવાબદારીઓમાંથી ક્યારેક છટકી સમય આપ્યે જાય,


સમયનું ચક્ર બદલાતા 'નાના'ની મિત્રતા ખોવાઈ જાય,

લાગણીઓ કરતાં આજે દુનિયાદારી જીવી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy