મિત્રપ્રેમ
મિત્રપ્રેમ
યાદ આવે ખૂબ સતાવે
એ બેન્ચ એના પર બેસેલા મિત્રો,
એ સ્કૂલની મસ્તી ને ભણતરની ચાહત
એ શિક્ષક, મિત્રને બેન્ચની જગ્યાએ,
આ ખુરશી શિક્ષક તરીકેની સુની સુની લાગે,
ભલે છીનવાય આ સંપત્તિ ને માયા,
જો પાછી મળે ગુરૂઓની એ છત્રછાયા,
ને જૂનાં મિત્રોની દેખાય એકે છાંયા,
ફરી મળે જો વરસાદમાં જવાની મજા,
તો નથી જોઈતી આ રેઈનકોટની ધજા,
ફરી મળે ખાવા એક રૂપિયાની,
એ ચોકલેટ મિત્રો સાથે ખાઈ ખોટ,
તો નથી જોઈતી હજારની નોટ
એ સ્કૂલના દિવસો આજે યાદ આવે.