મિત્રોની મહેફિલ
મિત્રોની મહેફિલ


સંસારના રસ્તે સંબંધો ઘવાયા,
લાગણીના એકપણ ફાવી;
ત્યારે મારા સદા સાથ દેતા,
વ્હાલા મિત્રોની મહેફિલ યાદ આવી.
સમયના ટકોરા હતા સાક્ષી,
કે કોઈ સમયની દીવાલ વચ્ચે ના લાવી,
રાત દિવસ દુઃખદ દહાડાઓએ,
મારા મિત્રોની મહેફિલ હંમેશા કામ આવી.
જીવનના જુગારમાં થઈ જયારે,
એકલતા ની બાજી મારા પર હાવી,
ત્યારે મિલાવી ખભે ખભો,
હસતા રડતા મારા મિત્રોની મહેફિલ યાદ આવી.
થઈ 'શોખીન' મિત્રતાનો દોસ્તોની,
લાગણીની છબી ચિતે કોતરાવી,
જયારે ડર્યો જીવતા, એક નવી આશ,
મારા મિત્રોની મહેફિલથી આવી.