મિત્રો
મિત્રો
આન, બાન અને શાન છો,
મૈત્રીનુું ગુણગાન છો,
ઘેઘૂર થઈ દોસ્તી તમો થકી,
જૂની મદીરાનુું જાણે પયપાન છો.
સાંંભળો છો મુજની વ્યથા ઘણી,
શ્રવણ કરવાર્થે તમે કાન છો,
દેહની દિવ્યતા શોભે અહીં,
બેજાન કાયાની તમે જાન છો.
વાત થાય સંગીત મિત્રતાની જો,
હુું સૂર, લય, તમે તાન છો,
સાર્થક કરવા મુજ જીવનને,
ઈશ્વરીય વરદાન છો.
ભૂલેલુું પાછુ ફરે,
એ હ્રદય તણુું ભાન છો,
સહુું આફતો જીંદગીની બધી,
ખુમારીથી કરેલુું આહવાન છો.