STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Drama

2  

Deep Shukla (સેહદેવ)

Drama

મિત્ર

મિત્ર

1 min
263


કેવી રીતે માનું તારો આભાર તે કેટલી સંભાળ

મારી રાખી છે, કહેલી સાચી-ખોટી દરેક વાત

મારી સાંભળી છે.


થાકી બેઠો જીંદગીથી ત્યારે હિંમત તે મને

આપી છે,સાથે ન'તું કોઈ જ્યારે આંગળી

તે મારી ઝાલી છે.


મારા વગર પ્રવાસની મજા ક્યાં તે માણી છે,

કીધા વગર મનની દરેક વાત તે જાણી છે.


મારા પર આવતી દરેક મુશ્કેલીઓ ને લાત

મારીને કાઢી છે,લોકનિંદા નું પાંજરું તોડી

ઉડવા પાંખો તેજ આપી છે.


તારી ગેરહાજરીમાં મહેફીલ ક્યાં કદી જામી

છે, ખુશનસીબ છું હું કે ભગવાને હાજરી તારી

આપી છે.


ફ્રેંડશીપડેના દિવસે દોરી ક્યાં તે બાંધી છે,

તેમ છતાં દોસ્તી નિભાવવામાં કસર ક્યાં તે

રાખી છે.


જોડે છે ઘણા પણ યાદ તારી જ હંમેશા

આવી છે, વિત્યા છે હજુ જીવનના અમુક

પલ હજુ તો જીંદગી સાથે જીવવાની બાકી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama