મિત્ર તો હજારો મળે
મિત્ર તો હજારો મળે
મિત્ર તો હજારો મળે,
ક્યારેક રસ્તામાં ક્યારેક પ્રવાસમાં,
ક્યારેક હોટેલમાં તો ક્યારેક શાળા -કોલેજમાં,
તો ક્યારેક સારા માઠા પ્રસંગોમાં મળે,
પણ મિત્રતા જાળવી જાણે,
એજ સાચો મિત્ર આ જીવનમાં.
જીવનમાં અધિક પ્રસન્નતા પામવા, સાચા મિત્રની મિત્રતા મળે,
અડગ, અચલ, ને દઢ મિત્રતાથી મિત્રનો સહકાર સાચો ફળે.
ભૂલો કરે ભલે મિત્ર પણ,
એકાંતમાં એની ભૂલો સમજાવો,
સાચી પરિસ્થિતિથી વાકેફ કરી,
સારા મિત્રને જાહેરમાં વખણાવો.
