Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

મિલનની આગ

મિલનની આગ

1 min
150


મારા દિલમાં લાગી છે આગ, 

તું બેદર્દી પ્રિયતમ શું જાણે ?

તારા મિલનની લાગી છે આશ,

તું મિલનની તડપને શું જાણે ?


રોતી રહી છું તારા વિના પ્રિયતમ,

ક્યારે મળવા આવીશ તું મુજને ?

વાટ જોઈ રહી છું રાત દિન તારી,

ક્યારે દિલમાં સમાવીશ તું મુજને ?


અશ્રુ વહાવું હું તારા વિરહમાં,

તું અશ્રુની કિંમત શું જાણે ?

તારા મિલનની લાગી છે આશ,

તું મિલનની તડપને શું જાણે ?


તારા વિના રાત્રીઓ વિતાવું છું,

ગણી ગણીને આકાશના તારા,

તારા પ્રેમ માટે તરસી રહી છું,

આવી જા મારા પ્રિયતમ વ્હાલા.


મારૂં મન થયું છે વ્યથિત "મુરલી",

તું મારા મનની વ્યથાને શું જાણે ?

તારા મિલનની લાગી છે આશ,

તું મિલનની તડપ ને શું જાણે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance