કોઈ આવતી નથી
કોઈ આવતી નથી
અજબની નજર છે આ મારી આંખોની,
હું નજર મેળવવા ઈચ્છી રહ્યો છું છતાં પણ,
નજરના જામ છલકાવવા કોઈ આવતી નથી.
અજબની સ્થિતિ છે આ મારા મનની,
હું પ્રેમમાં પડવા વિચારી રહ્યો છું છતાં પણ,
કોઈ મલ્લિકા રાત્રીએ સ્વપ્નમાં આવતી નથી.
અજબની ધડકન છે આ મારા દિલની,
હું દિલ મેળવવા તડપી રહ્યો છું છતાં પણ,
કોઈ ધડકનનો તાલ મેળવનારી આવતી નથી.
અજબની તરસ છે લાગી છે મને પ્રેમની,
હું તરસ છિપાવવા ઈચ્છી રહ્યો છું છતાં પણ,
કોઈ પ્રેમની દેવી તરસ છિપાવવા આવતી નથી.
અજબની સરગમ છે આ મારી "મુરલી"ની
હું પ્રેમ રાગની ધૂન છેડી રહ્યો છું છતાં પણ,
કોઈ મારી રાધા બનીને કેમ પાસે આવતી નથી?
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

