ક્યારે મળીશુ?
ક્યારે મળીશુ?
આ સુંદર મોસમ અને આ રમણીય દ્રશ્યો,
આપણે બંને એ ગાયો હતો પ્રેમનો તરાનો,
આ મધુર પળોને હું કદીય નથી ભૂલવાનો,
ફરી ક્યારે મળીશુ તે હું નથી કહી શકવાનો?
આ તારો ચમકતો મધુર સ્મિત કરતો ચહેરો,
આ તારા નયનોમાંથી છલકતો જામ અનેરો,
આ છલકતાં જામને હું કદીય નથી ભૂલવાનો,
ફરી ક્યારે મળીશુ તે હું નથી કહી શકવાનો?
આ સાવનની ઘટામાં કરેલ પ્રેમની મીઠી વાતો,
તને આલિંગન આપીને હું મદહોંશ બનાવતો,
આ મધુર મુલાકાતને હું કદીય નથી ભૂલવાનો,
ફરી ક્યારે મળીશુ તે હું નથી કહી શકવાનો?
આ શરદની મધુર રાતે તને હું મળવા આવતો,
"મુરલી"મુધર ધુન છેડીને તને હું મગ્ન બનાવતો,
આ પ્રેમરાગની ધુનને હું કદીય નથી ભૂલવાનો,
ફરી ક્યારે મળીશુ તે હું નથી કહી શકવાનો?
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)