Dhanjibhai gadhiya "murali"

Romance Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Inspirational

દોડીને આવશે

દોડીને આવશે

1 min
6



નયનોથી હમેશા પ્રેમભરી નજરે નિરખજો, 

નજરના જામ છલકાવનાર સામેથી દોડીને આવશે.


હોઠોંથી હમેશા મધુર શબ્દોને સરકાવજો, 

પ્રેમનો તરાનો ગાનાર આપો આપ દોડીને આવશે.


હ્રદયને હમેશા વિશાળ સાગર જેવું બનાવજો,

પ્રેમની સરિતા સાગરનું મિલન કરવા દોડીને આવશે.


હ્રદયના દરવાજા હમેશા ખોલીને રાખજો,

સાચો પ્રેમ કરનાર હ્રદયમાં વસવા દોડીને આવશે. 


પ્રેમના બંધનને હમેશા અતુટ બંધન માનજો,

"મુરલી" પ્રેમની વસંત રૂમઝૂમ કરતી દોડીને આવશે. 


રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Romance