મિલનની ઝંખના
મિલનની ઝંખના
અકાંતમાં હું અટકી ગયો છું,
વિચારોમાં હું વલખી રહ્યો છું,
મેં તુજને જોયા બાદ જાનેમન,
મળવા મનથી હું તડપી રહ્યો છું,
નયનોથી હું અંજાઈ ગયો છું,
નજરોથી હું વશ થઈ રહ્યો છું,
તારા મધુર ટહુકાથી જાનેમન,
મુખની વાચા હું ગુમાવી રહ્યો છું.
રૂપનો દિવાનો હું બની ગયો છું,
ગોરા બદનને હું તરસી રહ્યો છું,
ગુલાબી તારા અધરોને જાનેમન,
સ્પર્શવા હું અધીરો થઈ રહ્યો છું.
તારા સ્વપ્નમાં હું સરકી ગયો છું,
નિંદ્રામાં તુજને હું તલસી રહ્યો છું,
યોવન રસનું પાન કરવા જાનેમન,
ભ્રમર બની હું ગણગણી રહ્યો છું.
હ્રદયથી હું તારો જ બની ગયો છું,
તારું મધુર મિલન હું ઝંખી રહ્યો છું,
પ્રેમ તારો હરપળ પામવા "મુરલી"
મોર બની હું થનગાટ કરી રહ્યો છું.

