STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

મિલનની આશા

મિલનની આશા

1 min
148

તુજને મળ્યાનો આનંદ થયો મુજને,

સ્નેહની સરિતા આજે વહેતી થઈ,

ધગધગતી આ અગન જ્વાળામાં,

શીતળ જળથી મુજને ભિંજવી ગઈ...


વાટ જોતી હતી વર્ષોથી પ્રિયતમ,

વિરહની પળો આજે પૂરી થઈ,

અધુરૂં મિલન રહી ગયું હતું મારૂં,

અધૂરા મિલનની આશા પૂરી થઈ...


વહાવ્યા હતાં વિરહના આસું મેં,

ખુશીના આસું મુજને વહાવી ગઈ,

પ્રેમનો મલ્હાર વરસાવી મુજ પર,

તારા પ્રેમમાં મુજને ડૂબાડી ગઈ...


વેરાન રણ જેવું જીવન હતું મારૂં,

પ્રેમના પુષ્પો દિલમાં ઉગાડી ગઈ,

જીવનની પાનખર દૂર કરી મારી,

વસંતની જેમ મુજને મહેકાવી ગઈ...


ન જઈશ કદી હવે તું દૂર મારાથી,

રોમ રોમ હું પ્રેમથી લહેરાઈ ગઈ,

"મુરલી" તારા દિલમાં પ્રેમથી વસીને,

હું તો સદાય હવે તારી જ બની ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama