Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manjula Bokade

Romance

4  

Manjula Bokade

Romance

મિલનની આસ

મિલનની આસ

1 min
248


વરસે ઝરમર મેહુલિયો, યાદ પિયુની આવે,

દિલમાં જાગી મિલનની આસ મારો પિયુ ક્યારે આવે ?


સૃષ્ટિએ શણગાર સજીને ધર્યું મનમોહક રૂપ,

યાદ પિયુની આવે જોઈ સૃષ્ટિનુ મનમોહક રૂપ,


મોરલાના ટહુકા સાંભળી જાગી વેરણ યાદ,

વહેલાં વહેંલા પધાર પ્રિયતમ પાડુ તને સાદ.


પ્રીતની રીત નિભાવવા આવો મારા રાજ,

તારી મનમોહક છબી મારા હૃદયમાં બિરાજે આજ.


બહુ કરી કસોટી મારી તુજ વિના તરસ્યા નેણ,

આવીને પ્રેમના કહી જા મુજને બે ચાર વેણ.


કાંટાળી કેડી પર પુષ્પ બની બેઠી છું,

તુંજને મળવા પ્રિયતમ ઘેલી બની બેઠી છું.


તારી સાથે લાગણીનો લગાવ લગાવી બેઠી છું,

મારી લાગણીઓ ન દુભાય એવા અરમાન લઇ બેઠી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance