મીઠી મજાની રે કાકડી
મીઠી મજાની રે કાકડી
હું તો નાની, નાની ને મીઠી મજાની રે કાકડી
વેલા ઉપર થાતી લાંબી, ટૂંકીને હું છું ફાંકડી,
મને જોતા સૌનાં મોમાં આવી જાય પાણી
સૌ મોજથી ખાતાં હું છું તડબૂચની ભાણી,
સૌ લોકો મને કાપીને ખાતા રે કાચીને કાચી
ટેટીબેન મારાથી મોટા એ મારા થાય ચાચી,
કયારેક હું પાતળી તો કયારેક લાગુ રે જાડી
ઉનાળામાં ખેડૂતોની મારાથી ઉભરાય વાડી,
સૌ મને મરચું, મીઠું નાંખીને આનંદથી ખાતાં
શકકરટેટીને હું તો સદા ગણું છું મારી માતા,
હું તો નાની, નાની ને મીઠી મજાની રે કાકડી
વેલા ઉપર થાતી લાંબી, ટૂંકીને હું છું ફાંકડી.
