મીઠામધ
મીઠામધ
અણદેખ્યાં ક્યાંથી કરશું મીઠા માઠાં નખરાં
અલકમલકનાં રંગબેરંગી પંછી માળે સરખાં,
મીઠામધ ગાલ રૂપાળાં આ તે કેવા ગળપણ
હા..હા મસ્તી-ધમપછાડા તો ય રૂડા સગપણ,
પાણી પાણી નેહ ભીંજવે ભીના ભીના વળગણ,
છોડ માંગે પરવરીશ, વટવૃક્ષ બને છે બચપણ,
ભાગે પગેરૂ પકડાપકડી, પાણી પાણી ઘડપણ
યાદ ઝંખે ચશ્મીશ આંખુ, કરવાનું હવે પર્યુષણ,
પેનપાટી લૈ પતંગિયા ઉડ્યા સ્કૂલે છોડી બાળપણ
મ્યુઝિકલચેરથી મોહિત ને ખો-ખો લાવે કળતર,
ગભરી ડૂબકીએ ગભરું હાસ્ય, કરે પાણીમાં ચડતર
ડૂસકાં ડૂમાં હોશ વિસાણાં, તુજ શરણનું જ ઘડતર,
ગા,ગા, લ, લ,ગા છૂટે વ્યાકરણ સંખ્યા રમે સંતાકૂકડી
કૂસ્તી કરી પાછળ કબ્બડી, હાંફી રમતી બારાખડી,
અ આ ઇ ઈ ઓ ઔ અં અઃ ઊભી આડી અવળી,
શ્લોક પધ્ધતિ ગોખે આંકડા, બ્રહ્માંડ ગુગલે વળી,
સ્વયંમ અસ્તર સ્વયંમ નસ્તર ભાગતું સતત બચપણ,
સ્વયંમ બખ્તર સ્વયંમ તત્પર, તેથી રહેતું બચપણ.

