મીરાં
મીરાં
નિરંતર ભક્તિમાં ધ્યાન મગ્ન,
લહેકો મનખે રાખે છે મીરાં....
રાણાજી ઝેર સમાં વિષ મોકલ્યાં,
અમૃત સમજીને પીવે છે મીરાં...
અંતર આત્મા વશી કૃષ્ણ ધૂન,
પકડ્યો હાથ ભલે રાણા પ્રેમ છે શ્યામ..
હશે રાણાજી વૈભવ વિલાસ મહેલ,
સુખને ત્યજી ભગવા કપડે ભજશું સુંદર શ્યામ..
અભિમાનને ત્યજો ભક્તિભાવ રાખજો રાણાજી,
ભાવવિભોર સંગીની બની તમારી હૈયે વસે છે ઘનશ્યામ...
મૂકી એળે અમૂલ્ય જીવડો લાગી લગની રાણાજી,
પાપનો વિનાશ નોતરશે તલવાર મૂકી માળા જપો કૃષ્ણ નામ.
