મહત્વ તારું પણ
મહત્વ તારું પણ
મહત્વ તારું પણ અને મારું પણ
રહે દુનિયાથી અલગારુ પણ,
મહત્વ તારું પણ અને મારું પણ
નકારે છે ઊભાં પાસે હોય છે જે,
'એ'ના હોય તો સમજાય પણ
મહત્વ તારું પણ અને મારું પણ.
શબ્દોથી પોતાના કરી લેજે લોકો
અચંબિત કરી દે એનું વર્તન પણ.
મહત્વ તારું પણ અને મારું પણ.
સ્વાંગ રચી દુઃખ દૂર કરે પ્રભુ પાસે
સુખમાં ભૂલી ઈશ, નીજમાં રત પણ
મહત્વ તારું પણ અને મારું પણ.
ખબર છે કે છેતરાઈ રહ્યાં છે અમે
જો ખુશ થાય 'એ', તો લૂંટાય પણ
મહત્વ તારું પણ અને મારું પણ.
મતલબી જિંદગી ખોટ તો ખાવી પડશે
'પ્રતિતી' તારે પણ અને મારે પણ
મહત્વ તારું પણ અને મારું પણ.
