STORYMIRROR

Jagruti rathod "krushna"

Tragedy Others

4  

Jagruti rathod "krushna"

Tragedy Others

મહોરૂ

મહોરૂ

1 min
335

ચહેરા પર મહોરૂ પહેરી ફરે છે,

માણસ કયાં ઈશ્વરથી ડરે છે !


મીઠાં બોલ બોલે એ મુખ પર,

પીઠ પર એજ કૂથલી કરે છે,


આગળ ચાલીને ના ઝાલે હાથ,

પાછળથી પગ જરૂર ખેંચે છે,


વખાણનાં વહાણે ન ચઢો કદી,

ભાર એનો મઝધારે ડૂબાડે છે,


પારકાં શું જાણે દર્દ કઈ વાતનું,

દુઃખતી નસ પોતાના દબાવે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy