મહોરુ
મહોરુ
સામે પુરે વહે જીવન,
જયાં દેખાય બધુ ડહોળુ.
હરતો ફરતો દરેક માનવી,
જીવે પહેરી મહોરુ...
સતરંગી શમણાઓ જોતા,
ઇચ્છા જાણે દાસી,
જવાબદારી આવે જયારે,
એ સૌથી મોટી મહારાણી,
લાગતું હોય જેવું એવું,
કયાં હોય છે એ ફોરૂ?.......
એક દિવસ પણ ચાલે નહી એને,
શ્વસી ન શકે થોડુ...
આ જગનો દરેક માનવી
જીવે પહેરી મહોરૂ.
