ઝાંકળ ભીનો સ્પશૅ
ઝાંકળ ભીનો સ્પશૅ
અંધારે વિંચેલી આખોમાં સમાયો,
ને ઊષાએ નયનમાં દેખાયો,
વ્હાલા તારો એ ઝાકળ ભીનો સ્પર્શ.
કેટલાયે સમણાઓ આંખોમાં આંજી,
હું આવી'તી તારા જીવનમાં,
રંગો તે પૂર્યા મારી આશાથી પણ સુંદર,
દરેક દિવસ વિતે છે ઉમંગમાં.
હરેક સપના મારા સાર્થક થયા,
જીવન જાણે અદકેરો અવસર,
વ્હાલા તારો એ ઝાકળ ભીનો સ્પર્શ.
નાનકડી ફોરમતી કળી સમી હતી હું,
મારો ફુલ રૂપી થયો ઉત્કર્ષ,
વ્હાલા તારો એ ઝાકળ ભીનો સ્પર્શ.