STORYMIRROR

Trisha Vora

Inspirational Others

4  

Trisha Vora

Inspirational Others

લાગણી

લાગણી

1 min
186

હૈયે સમાયેલ એક ઊર્મિઓનુ ટોળુ

કે ડરતુ એ બહાર આવવાથી,

કયાંય નહી આવતી એ સુગંધ મજાની

છટપટતી કોમળ એ લાગણી.


ભાગદોડની આ રોજ ઘટમાળમાં

કોણ એની વાતને સાંભળે ?

હ્રદયના ઉન્મુક્ત વંટોળને સૌ

વેદિયા વેળામાં ખપાવે.


માણસથી કંટાળી મિત્રતા કરી,

સ્પર્શ માત્ર જેને ઉજાણી,

સ્વાર્થી સમાજ નો ડર છોડી,

એની વાત સાંભળે એક પ્રાણી.


સાચી દિશામાં વળ્યા ઉર્મિઓ

શાંત બની કોમળ લાગણી.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational