STORYMIRROR

Trisha Vora

Children Stories Fantasy

4  

Trisha Vora

Children Stories Fantasy

નંદનવન

નંદનવન

1 min
238

શું કહું હું ક્યાં વસે છે મારુ ચંચળ મન,

ઝંખે છે આ દિલ મારુ નાનકડુ નંદનવન,


જ્યાં ઉગતી ઉષા ઢળતી સંધ્યા પૂરે આભ રંગોળી,

તે કૂદરતના રંગોને પામવા નાચે હૈયુ થનગન,


કેસરીયા વાઘા સજી ને આવે ઉષા રાણી,

નવી ઊર્જા નવી ચેતના સીંચે જનજીવન,


જ્યાં પૂષ્પ બનીને ખીલે કોમળ નાનકડી કળી,

મહોરે આખો બગીચો મારો, વહે સુગંધી પવન,


ઝંખુ છું હું ઝાડ પાનને કલશોર કરતા પંખી,

બસ હોય હંમેશા ત્યા કોયલનું મધુર ગુંજન,


સંધ્યા ઢળે ને થાય ગુલાબી જ્યારે આભ અટારી,

ભૂલીને જીંદગીની વેદના પ્રફુલ્લીત થાય તનમન,


આવે ધીરે ધીરે રજની ચાંદતારાને લઈ,

મીઠી નિંદ્રારાણી આંખોમાં જમાવે શાસન,


બસ આમ જ કુદરતને ખોળે પુરૂ થાય જીવન,

ઝંખે છે આ મન મારૂ નાનકડુ નંદનવન.



Rate this content
Log in