આદિથી અર્વાચીન
આદિથી અર્વાચીન
દસકે દસકે બદલે દુનિયા,
સુવિધાઓ જાણે જીન,
જીવન ધોરણ સમૂળગું બદલ્યુ,
આદિથી અર્વાચીન.
પગપાળાથી ગાડુ આવ્યું,
ગાડામાંથી ગાડી,
સામાજીકતા આવી સાથે,
વ્યવહારોની લ્હાણી,
આજે વસતો માણસ,
જાણે દુનિયા એક નાનુ ટીન.....
જગ્યાઓના અંતર ઘટ્યા,
પણ હ્રદય કૂવાનું મીન......
જીવન ધોરણ સમૂળગું બદલ્યુ,
આદિથી અર્વાચીન.
