મહેફિલ
મહેફિલ
કંટાળી ગયો હતો એકલતાથી હું,
અચાનક તારૂં આગમન થાય છે,
જીવનમાં તારા આગમનથી મારી,
સવાર અને સાંજ સુધરી જાય છે,
પ્રેમ શબ્દથી અજાણ્યો હતો હું,
તુજ સંગ પ્રેમતંતુ જોડાઈ જાય છે,
અવનવા સપનાઓ વિચારીને મારી,
સવાર અને સાંજ મહેકી જાય છે,
તારી સુંદરતાના મોહમાં ડૂબ્યો છું હું,
તારા પ્રેમની સમાધી લાગી જાય છે,
પ્રેમના તરંગોથી મદહોશ બનીને મારી,
સવાર અને સાંજ રંગીલી જાય છે,
તારા પ્રેમનો તરાનો ગાઈ રહ્યો છું હું,
તેમાં પ્રેમનો પંચમ સ્વર લાગી જાય છે,
"મુરલી"માં પ્રેમરાગની તાન છેડીને મારી,
સવાર અને સાંજ મહેફિલ જાય છે,

