મહેનત રંગ લાવશે
મહેનત રંગ લાવશે
તું ઉડ ઊંચે આકાશ મારી દીકરી,
કર સપના તું તારા પુરા તું ઉડ ઊંચે આકાશ.
આવશે ઘણી મુશ્કેલીઓ તારી રાહમાં,
પણ મન ડગાવીશ નહીં અને તું રાહ પાર કરી જા.
તારો હાથ પકડનાર કોઈ નહી મળે આ જગતમાં,
પણ આ જગતમાં તને પાછળ પાડવાવાળા ઘણા મળશે.
તું હિંમત હાર્યા વગર આ કાંટાળી કેડી પાર કરતી જા,
જરૂર મળશે તને સફળતા બસ તારુ લક્ષ્ય પાર કરતી જા.
તારી રાહમાં આવતી અડચણો તું દૂર કરીશ,
તો તું જરૂર એક દિવસ ઉંચાઇ પર પહોંચીશ.
માટે જ કહેવાય છે કે "અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો",
તું પણ કરીશ મુશ્કેલીઓનો સામનો તો તારી મહેનત જરૂર રંગ લાવશે
