મહાનતા ગુજરાતની
મહાનતા ગુજરાતની


જન્મે છે મહાત્મા તારી ધરતી પર,
કર્મ થકી સાર્થક કરે છે, મહાનતા ગુજરાતની.
નત્ મસ્તક રહી સદા,
સદગુણોથી ફેલાવે છે, ખ્યાતી ગુજરાતની.
સહનશીલતા રુપી સાગરમાં
થાકની લેશમાત્રા નથી ગુજરાતની.
અસંખ્ય વેદનાઓ આવી ભારેલા અગ્નિરુપે,
નિર્બળ નથી બની મહાનતા ગુજરાતની.
છે ગૌરવશાળી ગુજરાત અને રહેશે ગૌરવશાળી સદા,
ચોમેર પ્રશંસા થાયછે અને થતી રહેશે ગુજરાતની.
કવિગણની કાવ્યવાણી સદા લખે છે,
ધન્ય છે ધરતી ગુજરાતની ને મહાનતા ગુજરાતની.