મહામાનવ - 2
મહામાનવ - 2
નંગી ફરે માનવજાત,
એવું નથી વસ્ત્ર નથી,
માનવતાનું વસ્ત્ર, બન્યું કફન આજ,
આડંબર, અભ્યાસ, આધુનિકતામાં,
અંદરોઅંદર લડે આજ,
પદ, પૈસા, પરિવારને પડોશીની આવી ન લાજ,
નર નારી કરે કેમ ભક્તિ આજ ?
પહેર્યો કળિયુગે આધુનિકતાનો તાજ,
પાછા પડે પગલાં પ્રભુના પૃથ્વી પર આવતાં,
જન્મ પછી કંસની હત્યારી આકાશે ચડે,
મહામાનવ તો ગર્ભમાં હત્યા કરે.
