STORYMIRROR

Nisha Shah

Drama

3  

Nisha Shah

Drama

મહાકુંભ ક્રિકેટોત્સવ

મહાકુંભ ક્રિકેટોત્સવ

1 min
153

આજ છે એ રણમેદાન, જ્યાં 

     આજે છે મહાસંગ્રામ!

જયાં પૂરુ થાય છે, જગતનો

     તાજ પહેરવાનું સ્વપ્ન!


ક્રિકેટવીરો થનગની રહ્યા છે,

      આજે છે રસાકસી!

બનવા નવા શહેનશાહ,

      એકમેક સામે રમશે મેચ!


અનેક દેશનાં ઝંડા,

     લહેરાય છે રણ મેદાને!

ભારત ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા,

     સાઉથઆફ્રિકા છે ફેવરીટ!


વેસ્ટઈન્ડીસ ભભકા ને દમામદાર,

     તરંગી લહેરી પાકિસ્તાની!

શિસ્તબધ્ધ છે ન્યુઝીલેન્ડ,

     ભારતની પ્રેમ ને વિશ્વાસભરી!


આજ છે મુકાબલો ઈંગ્લેન્ડ,

     ને સાઉથ આફ્રિકાનો!

મોર્ગન સામે પ્લેસી,

      આવ્યો છે મેદાનમાં,


નથી બૂમરાહ જેવો બોલર ત્યાં,

     નથી વિરાટ જેવો બેટ્સમેન!

ભલે હોય મલિંગા,

    જેવો ફાસ્ટ બોલર,


ભલે હોય રસેલ જેવો,

     મારવાવાળો સિક્સર!

ભલે હોય વોર્નર કે ક્રિસ,

      જેવો યુનીવર્સલ બોસ!


વિજેતા થશે કિંગ વિરાટ,

      મુગટમાં એનાં કોહિનૂર!

વર્લ્ડકપ ક્રિકેટોત્સવ,

     કહેવાય છે મહાકુંભ!


ભારતનો વિજય છે નિશ્ચિત,

      ૨૦૧૯નાં રણમેદાનમાં ! 

દેખાઈ ઈંગ્લેન્ડની રાણી,

     દસ દેશનાં કેપ્ટન સાથે!


જરુર આપતી દેખાશે,

    બારમો વર્લ્ડકપ !

ભારત કેપ્ટનનાં હાથમાં,

    જયહો ભારત ટીમનો !


Rate this content
Log in

Similar gujarati poem from Drama