મેરામણ
મેરામણ
દરિયા જેવા દરિયા ઉપર,
પરપોટાનું તાળું.
અગાધ દરિયે મોતીને,
કાંઠેથી કેમ ભાળૂં.?
છીપલા ઝંખે જગત જોવા,
મરજીવાને ભીડે બાથ.
મોતીડાં મન મન મલકાતાં,
વીજ ચમકાર ઝીલે સાથ.
ભરતી આવે સુખ સમયમાં,
દુઃખ સમયે ઓટ,
ઘૂઘવતા ફૂંફાડા ભરતો,
વિશાળ કાયા મેલે દોટ.
તોતિંગ જહાજોની પાંસળીમા,
લેતો ઊંડા ઊંડા શ્વાસઃ
મહાસાગર તરવા મરજીવા,
પ્રભુથી ધરતાં વિશ્વાસ.
