મેમુનું અપ-ડાઉન
મેમુનું અપ-ડાઉન
મેમુમાં અપ-ડાઉન કર્યું,
ત્યાં તો જિંદગી મેમુ ટ્રેન જેમ દોડે...
દોડવામાં થોડી ધીમી-ધીમી,
ત્યાં તો અવાજ વધારે પડતો કરે...
દિમાગનાં ઢાંકણ ખોલવાના હોય,
ત્યાં તો વચ્ચ-વચ્ચમાં ફાટક આડું લાવે...
માંડ માંડ થોડી ગતિ પકડે,
ત્યાં તો અટકાવવા આંખ લાલ કરે...
જગ્યા થોડી સીમિત હોય,
ત્યાં તો લોક ટોળાની ભીડ જામે...
મંઝિલની ઉતાવળ હોય,
ત્યાં તો દરેક સ્ટેશને ઊભી કરે...
ટિકિટ ખિસ્સામાં હોય ના,
ત્યાં તો લોકો નિષ્ઠાથી વાતો કરે...
જ્યાં પૈસાથી પતતું હોય,
ત્યાં તો "નાના" કોણ કોનાથી ડરે.