STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance Thriller

3  

Ramesh Patel (Aakashdeep)

Romance Thriller

મેળે મહાલીએ

મેળે મહાલીએ

1 min
160

સૂરના સંગાથે સંગીતના તાલે, વરસે છે વ્યોમેથી વ્હાલ

આવોને સહિયર મેળે મહાલીએ, મલકે છે આભલે ચાંદ,

 

આભની અટારીએ દોડે રે વાદળી, સંભળાવે સંદેશડા સજન

આવોને સખીઓ મારી શર્મિલી, ઝૂમે અંતરના ઓરડાની યાદ,

 

ભાતીગળ ચૂંદડી મારી છોગાળા, ધબકે છે દિલડાનાં ઢોલ

જામી છે રમઝટ દેજો રે તાળી, મનગમતા મળ્યા છે શોર,

 

હાથનો લચકો ને પગનો ઠૂમકો, નાચે છે મનડાનો મોર

આવોને સાહેલીઓ યૌવનની પાંખે, ગોતીએ દીલડાનો ચોર,

 

ઘમ્મર ઘમ્મર ગરબામાં ઘૂમીએ, સજ્યા છે સોળે શણગાર

ઢોલ ઢબૂકે ને મલકે જોબનિયું, રણઝણે ઝાંઝર ઝણકાર,

 

નયનોના મચકા ને કમ્મરના લટકા, રૂમઝૂમ રસીલા રે તાલ

મુખડું મલકે ને જોબન થડકે, અંગ અંગમાં રમે ભીના તલસાટ,

 

રતુંબલ ગાલ ને હસે છે હોઠ, આજ વાગ્યા છે પ્રીત્યુંના પાવા

ઘૂમે છે ચગડોળ મનના આભલે, માણવા છે યૌવનના લહાવા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance