મેળે ઝટ જઈએ
મેળે ઝટ જઈએ


ઊડે રેશમિયા રૂમાલ,
છાયા આકાશે ગુલાલ,
કે મેળે ઝટ જઈએ…(૨)
વગડે વાગ્યા મોટા ઢોલ
છેડે પાવો મીઠા બોલ
હૈયે હરખ્યાંજી રે ગીત
ગાડે ઘૂઘરીયાં સંગીત
કે મેળે ઝટ જઈએ…(૨)
માથે પાઘડીયું સોહાય
મુખડું મલક મલક થાય
કસકસ જોબનીયું છલકાય
છપનું હૈયું રે હરખાય
કે મેળે ઝટ જઈએ…(૨)
ગાજે કિલકારીના નાદ
ભેરુઓ ઉછાળે રે ડાંગ
તાલે ગરબિયું ગવાય
છત્તર ઘમ્મર ઘમ્મર થાય
કે મેળે ઝટ જઈએ…(૨)
ચડ્યું મનડું રે ચગડોળ
આંબે બોલે કોયલ મોર
ઝાંઝર ઝમકે કરી જોર
વાલમ સાંભળ રે આ શોર
કે મેળે ઝટ જઈએ…(૨)
ભમજો ભોળા આવી ખાસ
રૂડા જમાવજો રે રાસ
કોણે ઉભરાવ્યા આ જામ….
મારે ચીતરાવાં છે નામ
કે મેળે ઝટ જઈએ…(૨)