Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Pandya

Children

4  

Jagruti Pandya

Children

મેહુલિયા તારે

મેહુલિયા તારે

1 min
210

મેહુલિયા તારે આવવું હોય તો આવ,

પણ આવી રીતે ન આવ !

ખૂબ તોફાની બનીને આવે છે ત્યારે,

કેવી રીતે આપુ તને હું વધામણાં,

 તારી સાથે તો મારે રમવું હોય છે,

 આ વાવાઝોડાની ઘણી બીક છે !

ખુલ્લા આકાશેથી તને વરસતાં જોવું છે,

વીજળીના ચમકારાથી આંખો મીંચાઈ જાય છે,

તારો વરસવાનો અવાજ સાંભળવો ગમે છે મને,

આ વાદળાંઓનો ગડગડાટ ગભરાવી જાય છે મને,

વરસતાં વરસાદમાં મન ભરી ન્હાવું હોય છે મારે

પણ, આ મમ્મીની ચીસાચીસ મને લાગે બહુ ભારે.

Rate this content
Log in

Similar gujarati poem from Children