મેઘરાજા
મેઘરાજા
1 min
283
મેઘ મલ્હારે મુખડું મલકે,
ધરતી ભીંજાય ને સૂરજ છૂપે,
સુગંધ ભીની મિલનને તરસે,
સુગંધ બની મોગરો કેવો મહેકે,
હરિયાળી તૃપ્ત થઈને લહેરે,
હરખે કિસાન મેહુલો વરસે,
નાચે મયૂર કળા કરતો ટહુકે,
કોયલ સૂરે, હૃદય ભરપૂર હરખે,
આંગણ બાળક મસ્તીમાં ઝૂમે
મેહુલિયો હર્ષોલ્લાસે કેવો ગાજે.