STORYMIRROR

Nalini Shah

Drama

4  

Nalini Shah

Drama

મેઘધનુષી જિંદગી

મેઘધનુષી જિંદગી

1 min
477

સીધી સાદી ને સરળ રીત તારી રહી..

અનેક ઉલઝનોમાં ઉલઝાવી દીધી મેં તને...


સરિતાના નીર સમી વહી જતી...

પહાડો સમી અડીખમ તું ઉભતી...


પુષ્પોના પમરાટે તું મહેકી જતી..

સમીરના શીતળ સ્પર્શે તું સ્પર્શી જતી...


મેઘધનુષી રંગ અનેક વિખરાવતી..

હરેક મુસ્કાન પર સદા મુસ્કુરાતી..


સુખરૂપી કુસુમો રાહમાં પાથરતી,

તને અમારી મૂંઝવણોમાં મુંઝાવી દીધી,


રાહ પર કંટક અમે પાથરીને,

નામ તારું સરળતાથી આપી દીધું..


કહેવાતા દુઃખોનો અંચળો ઓઢીને...

તને સુખ ના ઓછાયે સુવડાવી દીધી..


કર્યા કર્મ અગણિત ભૂલી ઈશ્વરની ભક્તિ..

પીડા દુઃખનું તું જાણે કારણ બની..


તું રહી નોખાલસ ને સરળતાનો પર્યાય,

આધારી અમે તારા તું બની નોંધાર...


Rate this content
Log in

Similar gujarati poem from Drama