STORYMIRROR

Dr. Ranjan Joshi

Drama

3  

Dr. Ranjan Joshi

Drama

મેઘ

મેઘ

1 min
377

થાય ખેડુની આંખે હર્ષાશ્રુની ધાર,

આજ વરસે જો મેઘ અપાર.


વાદળ સમ કૂણી આ લાગણીઓ મન માંહી,

ઉછળશે ખૂબ પારાવાર,

આજ વરસે જો મેઘ અપાર.


ફરફર ને છાંટા ને કરા - ફોરા ના માંગું,

હેલી લાવે એ મૂશળધાર,

આજ વરસે જો મેઘ અપાર.


સઘળાંય 'રંજ' છોડી, આવે એમ પિયુ દોડી,

વરસાવે હેત અનરાધાર

આજ વરસે જો મેઘ અપાર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama