STORYMIRROR

LALIT PRAJAPATI

Romance

3  

LALIT PRAJAPATI

Romance

મેઘ મહેર

મેઘ મહેર

1 min
38

વરસાદી આલમની વાત ના પૂછો, 

અને મારાં વ્હાલમની વાત ના પૂછો.


ભીંજાય રસ્તા ને ભીંજાય આખું શહેર, 

આ ભીના ભીના મોસમની વાત ના પૂછો.


વરસતું પાણી ને, ચાલ્યા આવે છે જો, 

એની પાયલનાં છમ છમની વાત ના પૂછો.


મહેક કોઈ અત્તરની એટલી ના ગમશે, 

ભીની માટીની સોડમની વાત ના પૂછો. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance