STORYMIRROR

Narendra K Trivedi

Drama

3  

Narendra K Trivedi

Drama

મેઘ કાળો છાયો ને કાળું વાદળ

મેઘ કાળો છાયો ને કાળું વાદળ

1 min
172

મેઘ કાળો છાયો ને કાળું વાદળ વરસી ગ્યું

પાણી પાણી થઈને આંગણે આવી પૂછી ગ્યું,


મેઘો ગગડે વીજ ચમકારે રોશની કરી

ચમકારે ધબકારે લાગે તેજ આપી ગ્યું,


રૂખી સુખી હતી ધરા સૂર્ય તાપે તો તપતી

જ્યાં ત્યાં ડુંગર ખેતરે લીલું ઘાસ ઊગી ગ્યું,


પશુ, પંખીડા, પ્રાણીઓ, હર્ષથી રમણે ચડે

જાણે આકાશ તેનું સ્વર્ગનું સુખ રચી ગ્યું,


નદી નાળાઓ ઉભરાઈ તરબોળ તો થયા

જાણે સાગર જળ ઘર બદલી આવી ગ્યું,


મેઘો, મેઘો, બનીને વરસે સુખ સાગર બને

તોફાન બની વરસે, લાગે ધરા પર જચી ગ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama