Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepa rajpara

Inspirational Others

4  

Deepa rajpara

Inspirational Others

મધુશાલા

મધુશાલા

1 min
309


જીવનરસનો જામ છલકાવતી માયા નામ સુરાઈ 

એમાંથી અનરગળ સૌંદર્ય સુરા બુંદ બની છંટકાઈ !


ઘટમાળ પ્રતિદિન ચાલી એવી સર્વ સૃષ્ટિ મદમાઈ

મલપતી માયાસુંદરીની ચાલમાં શું અજબ બેફિકરાઈ !


અત્ર-તત્ર ધબકે જીવનસૌંદર્ય ઉર મધુશાલા પાઈ

સચરાચર મોહ્યું મધુરસ આસ્વાદે આનંદ હેલી છવાઈ !


મોહિનીનાં ખનકતાં હાસ્યે ઘટમાં લાલિમા પથરાઈ

ચાલતી ઘટમાળમાં જ છુપ્યા શાશ્વતરૂપ રઘુરાઈ !


દીપાવલી પી લેજે ખોબો ધરી, અમૃત કૂંપી રેડાઈ

માયા સંગ પરમ માયાવી કરે મહાપ્રસાદ સુખ બટાઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational