મધુરું રે સ્મિત
મધુરું રે સ્મિત
મનમાં રમે કોડીલા રે કોડ,
મધુરા સ્મિતની જડે ના જોડ,
સ્મિત તું શિલ્પી સ્થાપત્ય કમાલ,
હોઠે કંડારે ભીતરના વ્હાલ,
સ્મિત તું કામણગારું રસીલું શ્રીમંત,
તારા મરકતા હરખે પધારે વસંત,
સ્મિત તું હૈયાનો કવન શણગાર,
લૂંટી ઝીલો તો ભીંનો શ્રાવણી મલ્હાર,
સ્મિત તું અષાઢી સરગમની પ્રીત
છેડે એકાંતે ખુશીના મનગમતા ગીત,
હૈયે મધુરું રે ગુંજન
સ્નેહનું મહેકતું ચંદન,
મરકતા હોઠ દેતા સંદેશ
સ્મિત એ જ હૈયાનો ઈશ.
